Mohammed Shami: શમી અનફિટ થતા ભારતીય ફેન્સના દિલ તુટીયા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ખતરો

Shami Fitness Update: ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ મેચ રમવા ઓસ્ટ્રેલિયા નહીં જઈ શકે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ વાતની પુષ્ટિ કરી છે. સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બીસીસીઆઈની મેડિકલ ટીમ શમી (Mohammed Shami) સાથે તેની જમણી એડી પર સર્જરી બાદ તેની રિકવરી અને રિહેબિલિટેશન પર કામ કરી રહ્યો છે. શમી (Mohammed Shami) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની બાકીની મેચો રમી શકશે નહીં. બીસીસીઆઈએ સત્તાવાર વેબસાઈટ પર શમીને લઈને સંપૂર્ણ માહિતી આપી છે.

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની બાકીની મેચો રમી શકશે નહીં

શમી (Mohammed Shami) રણજી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. આ પછી BCCIની મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી. શમીના ઘૂંટણ પર થોડો સોજો આવી ગયો છે. તેને સાજા થવામાં વધુ સમય લાગશે. તેથી શમી હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. તે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં.આ ઉપરાંત 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી રમવી પણ મુશ્કેલ છે.

2025ની ચેમ્પિયન્સ ટ્રોફી રમવી પણ મુશ્કેલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેને ચાલુ થવામાં હજુ બે મહિના બાકી છે. જો ત્યાં સુધીમાં શમી (Mohammed Shami) ફિટ થઈ જાય તો ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે. પરંતુ હાલમાં તેમના વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. મહત્વની વાત એ છે કે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ પણ જાહેર કર્યું નથી.

Scroll to Top