કબરાઉ મોગલધામના મણિધરબાપુના દીકરીનું અપહરણ કોણે કર્યું? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉ મોગલધામના મણિધરબાપુના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સંતના દીકરીનું અપહરણ થતા સમગ્ર પંથકમાં સરકારની ફજેતી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર બાપુની દિકરીનું અપહરણ બુકીએ કરીયું છે. પોલીસને ઘટનાની જાણ થતા દીકરીની શોધ માટે તપાસ હાથ ધરી છે. પોલીસે બુકીને વલસાડમાંથી ઝડપી પાડ્યા હતો.જો કે ઝડપાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો. દિકરી પોતાની મરજીથી યુવક સાથે ગઇ હતી. બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

દિકરી પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા

સમગ્ર ઘટનાની પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવક અને બાપુની દિકરી હાથમાં હાથ નાખીને ઉભા હોય તેવું જોવા મળ્યું હતુ. બાપુની દિકરીને આ યુવક 25મી નવેમ્બરે ભગાડીને ભાગી ગયો હતો. આ ઉપરાંત આ મામલાને જેમ બને તેમ છૂપાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા વાત હવાની જેમ ફેલાઈ જતા હાલમાં આ મામલો ગુજરાતનો સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે… મણિધરબાપુની દીકરી અને યુવકે લગ્ન કરી લીધા છે.

યુવકે કાયદેસરનું લગ્નનું પ્રમાણપત્ર પણ બતાવ્યું

પોલીસ આ બુકીની વધુ પૂછપરછ કરતા યુવકે કાયદેસરનું લગ્નનું પ્રમાણપત્ર પણ બતાવ્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું કે અમે બંન્ને છેલ્લા ખણા સમયથી પ્રેમ કરતા હતા.પોલીસ બંનેને લઈ ભચાઉ પહોંચી છે. મણિધરબાપુએ તે બન્નેને પોતાની પાસે બોલાવ્યા છે. તે ઉપરાંત બુકી સમતના પરિવારજનોને આ માહિતી મળતા, તેઓ પણ ભચાઉ જવા માટે નીકળ્યા છે. ત્યારે આ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.

Scroll to Top