Mogaldham Kabrau: ન્યુઝ રૂમ ગુજરાતના એડિટર દિક્ષીત ઠકરાર અને કિચન કાંટલિયાએ કચ્છમાં આવેલ કબરાઉ ધામના મહંત મણીધર બાપુનું સ્ફોટક ઈન્ટરવ્યું કર્યું હતું. જેમા બાપુએ ન્યુઝ રૂમ ગુજરાતના સવાલો પર જોરદાર જવાબ આપ્યા હતા. ધર્મના નામે પાંખડી સાંધુ સંતો પૈસા લૂંટી લેતા હોય છે. જે રીતો અંધશ્રધ્ધા જોવા મળતી હોય છે. પરંતુ આ સાંનિધ્યમાં અંધશ્રદ્ધાના વિચારો પણ કોઈને આવતા નથી. એવું કબરાઉ મોગલધામમાં બાપુએ બેધડક સવાલના જવાબ આપ્યા હતા.
કબરાઉ મોગલધામમાં બાપુએ બેધડક સવાલના જવાબ આપ્યા
મણીધર બાપુ (Manidhaer bapu) એ ન્યુઝ રૂમ ગુજરાતને આશીર્વાદ આપ્યા હતા. બાપુએ કહ્યું 21 મી સદીમાં ભણેલ ગણેલ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે તેનાથી હું ખુબ દુખી છું.દરેક વ્યકિત પાત્ર ભજાવે પણ પાત્રને લજાવે નહીં.ભગવા પહેરવાથી નહીં પરંતુ મનને ભગવું કરી નાખો, મનને સાફ કરી નાખો, મનને એવું સાફ કરી નાથો કે જગત મને અને તમને ભુંલવાનું નથી.મંદિરમાં રાજકારમ ન હોય.મંદિરની અંદર ચૂંટણી પણ ન થવી જોઈએ. હું જાહેરમાં કહ્યું છુ આ એક પ્રકારના ધંધા છે. આસ્થાના કેન્દ્રમાં ચૂંટણી ન હોય. કારણ કે મંદિરોમાં હજારો કરોડો લોકો આસ્થા અને દર્શન કરવા આવતા હોય છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ભગવા પહેરી લેવા અને ઈચ્છા થાય ત્યારે ઉતારી દેવા તેવું ન કરા. આને ફટાકિયા કહેવાય છે.
પાંખડી સાધુ સંતો છે તેનો પર્દાફાસ થવો જોઈએ
ગીરનારમાં સજ્જન સાંધુ સંતો રહે છે. સંતોને માન સનમાનની જરૂર હોતી નથી.જે ખોટા અને પાંખડી સાધુ સંતો છે તેનો પર્દાફાસ થવો જોઈએ. 21મી સદી વ્યસન મૂક્તિ વાળો સમાજ હોવો જોઈએ. આપણે બધા સાથે મળી વ્યસન મૂક્તિ સમાજ બનાવવા કામ કરશું. કોઈપણ પ્રકારની બિમારી હોય તો દવાખાને જવું જોઈએ.માં મોગલના ચરણે આવવાની જરૂર નથી.હવે અમુક સાંધુ સંતો માત્ર પૈસા બનાવવાનું કામ કરે છે. તેમણે સમાજમાં રહેલી અંધશ્રધ્ધા દૂર કરવાના કામ કરવા જોઈએ.માતા તો ભાવની ભૂખ્ખી છે. પૈસાની નહીં. માં કોઈને નડતી નથી.જો કઈ સાબિત કરી દેતો હું ગુલામ બની જાવ તેનો.સમાજમાં રહેલા માણસોએ સુધરવાની જરૂર છે.
અહીંયા કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી
અહીંયા કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી.જે લોકો અનાજ અથવા ચોખા આપે તે વેપારીને આપી તેની પાસેથી ઘી,તેલ,જેવા અન્ય ખાર્ધ પદાર્થ લેવામાં આવે છે. આ વસ્તુથી અહીં રોજ હજારો લોકો જમીને જાઈ છે.મંદિરમાં કોઈપણ વ્યકિતીએ પૈસા મુક્વા ન જોઈએ. હું અહીંયા દર વર્ષે સમૂહ લગ્ન કરાવું છું.અમુક લોકો બાપુને બદનામ કરવાનું ષડયત્રં કરે છે પણ બાપુ આવા લોકોથી વિચલીત થતા નથી.જો માણસની કસોટી થાય ત્યારેજ માણસ આગળ વધી શકે છે.કોઈક કે આવુ ન કરાય આપડે જે કરવું હોય તે કરાઈ.સંતોને હું કહેવા માગુ છુ કે વિરોધ નથી પણ પેટીઓ રાખી ટ્રસ્ટો રાખો પણ ટ્રસ્ટો રાખવાથી ડખા થાય છે.આ પ્રથાથી ધામ બદનામ થાય છે.ગાદી પતિ બધાનું સાંભળે તેમને માન અપમાન ન હોવું જોઈએ.