31 ડિસ્મેબરના રોજ નાગાજણની તિલક વીધી થશે
આ આસ્થાના કેન્દ્રમાં 31 ડિસ્મેબરે લાખોની સંખ્યામાં ભક્તિો હાજર રહેશે આ ભક્તોની ઉપસ્થિતીમાં તિલક વીધી કરવામાં આવશે.તિલક વિધીના કાર્યક્રમમાં આસપાસના મંદિરોના મહંત હાજરી આપશે. નાગાજણની તિલક વીધી હરીપાદ રેણુશ્રી સિધ્ધાર્થ મહરાજના હાથે તિલક વીધી થવાની છે.તિલક વીધી વેદિક મંત્રોચ્ચાર સાથે કબરાઉ (MogalDham Kabrau) ધામમાં કરવામાં આવશે.
તિલક વીધી પહેલા તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો
લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે, બાપુ સ્વસ્થ હોવા છતા ગાદી કેમ છોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સવારે જે આરતી થતી હોય તેમા મણીધર બાપુ (Manidharbapu) ના પૂત્ર નાગાજણ પણ હાજર રહેતા હોય છે. બાપુની ગેરહાજરીમાં મોગલમાંની આરતી પણ ઉતારતા હોય છે. તિલક વીધી પહેલા તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.અગામી તમામ કર્યક્રમ નાગાજણના દેખરેખ હેઠળ થાય તેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.