Manmohan Singh Death: મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ, કેન્દ્ર સરકારે આપ્યા આ વિકલ્પો

Manmohan Singh Death: સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવાર દ્વારા સ્મારકની જગ્યા પસંદ કર્યા બાદ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રસ્ટ સ્મારક નિર્માણના આયોજન અને ત્યારપછીની તમામ પ્રવૃત્તિઓની દેખરેખ રાખશે. પરિવારે હજુ સુધી કોઈ ચોક્કસ સ્થળ અંગે કોઈ નિર્ણય લીધો નથી. ટ્રસ્ટ સ્મારકની જમીન માટે અરજી કરશે. જમીનની ફાળવણી પછી, CPWD સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પછી જ સ્મારક બનાવવાનું કામ ચાલુ થશે.

સરકારરાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે જગ્યા ફળવી શકે છે

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) નું 26 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું હતું. આ પછી કોંગ્રેસે તેમના સ્મારકને લઈને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનમોહન સિંહ (Manmohan Singh) ના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપી શકે છે.આ વિવિધ વિકલ્પો તેમના પરિવારને આપ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ સરકારને સ્મારકને લઈને પત્ર લખ્યો હતો

ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) ના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકારને સ્મારકને લઈને પત્ર લખ્યો હતો. પાર્ટીના નેતાઓએ સરકાર પર કેટલાક આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે માંગ કરી હતી કે મનમોહન સિંહનું સ્મારક એક જ જગ્યાએ હોવું જોઈએ. કોંગ્રેસના મહાસચિવે આરોપ લગાવ્યો હતો કે, દેશના લોકો સમજી શકતા નથી કે સરકાર તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા કેમ આપી શક્તિ નથી.

26 ડિસેમ્બરે ડૉ.મનમોહન સિંહનું અપમાન થયું હતું

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) નું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના (Manmohan Singh) અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.

Scroll to Top