ભરૂચનાં બહુચર્ચિત MNREGA Scam મામલે ઝડપાયેલા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી Hira Jotva અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં પુન: કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામ માટે ટેન્ડર પ્રક્રિયા સાથે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીઓએ કામ કરવાના બદલે સીધા જ બિલ મુકાવી મોટી રકમ પડાવી MNREGA Scam ને અંજામ આપ્યો હોય તેવી ફરિયાદ ભરુચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી 70 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતા. સરકારી મનરેગા યોજનામાં 7 કરોડ 30 લાખનું કૌભાંડ થયું હોવાનાં આરોપ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો – Botad: AAP એ બીજા ઉમેદવાર પણ નક્કી કરી નાખ્યા?
બાદમાં ભરૂચ પોલીસ ગીરસોમનાથ જઈ હીરા જોટવાની સૌથી પેલા પૂછપરછ કરી ભરૂચ લઇ જવાય અને બાદમાં હાસોટ તાલુકા પંચાયતનાં ઓપરેટર રાજેશ ટેલર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી. ત્યાર બાદ પોલીસ વધુ તાપસ કરતા હીરા જોટવાના પુત્ર સુંપસિના સરપંચ દિગ્વિજય જોટવાની પણ આ મામલે પોલીસે ધડપકડ કરી હતી. ભરુચ જિલ્લાના ચકચારી મનરેગા કૌભાંડમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી, માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.