છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક કૌભાંડની ચર્ચા ખૂબ થઈ રહી છે. કૌભાંડનું નામ છે MNREGA યોજના. આ યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત ત્યારે બહાર આવી જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રી Bachu Khabad ના બંને પુત્રો સહિત 35 જેટલી એજન્સીઓ સામે પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. પણ હવે આ બધાની ઉપર કાર્યવાહી થતા હવે સવાલો ઊભા થયા અને બીજા નેતાઓના નામ પણ બહાર આવ્યા.
હવે ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ફરીથી મેદાને આવે છે. એક વીડિયો મારફતે ચૈતર વસાવા પુરાવા સાથે રજૂઆત કરે છે. જેમાં ન માત્ર ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના, દિગ્ગજ નેતા અને આહિર સમાજના ગીર સોમનાથના નેતા એવા Hira Jotva આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે.
આ પણ વાંચો – Banaskantha: 23 વર્ષ જૂનો કેસ, 41 આરોપીઓને આજીવન કેદ