કપડવંજના MLA Rajesh Zala, આમ તો ધારાસભ્ય એ વિસ્તારની અંદર હાજર ન હતા અને ત્યારે વિસ્તારમાં ઘટના બની ચૂકી છે. એટલે કોઈ સીધો આરોપ ધારાસભ્યની સામે લગાવે એટલે ધારાસભ્ય બચાવની અંદર નીકળી આવે કે હું તો વિસ્તારમાં હાજર ન હતો. જો આવી કોઈ ઘટના બની હોય તો પોલીસ તપાસ કરી શકે છે. જો આટલા ખુલ્લા મનથી ધારાસભ્ય એમ બોલી શકતા હોય કે કોઈ ઘટના બની છે અને પોલીસ તપાસ કરી શકે છે. તો કદાચ એ વિસ્તારની પોલીસ પર ભરોસો કરવો તો કેમ કરવો.
આપણને સૌને ખબર છે કે અંતરિયાળ ગામડાઓની અંદર ધારાસભ્ય અને પોલીસની કેવી મિત્રતા હોય છે. એક વ્યક્તિએ ખુદ કહી રહ્યા છે કે મેં ધારાસભ્યના વિરોધમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રોડ રસ્તા ખરાબ હતા અને તેના કારણે એક વિવાદિત ટિપ્પણી કરી હતી. અને એટલા માટે લોકો મને ઉઠાવવા આવ્યા હતા. જો એ ધારાસભ્યની સાથે રહેતા બે ચાર લોકોએ વિસ્તારની અંદર કેવો રોફ જમાવે છે. રોફ એવો જમાવે છે કે જાણે પોતે જ ધારાસભ્ય છે.
આ પણ વાંચો – Umesh Makwana: ઈસુદાન ગઢવી CR પાટીલ પર બરાબરના વિફર્યા