HNGUના વિવાદમાં MLA કિરીટ પટેલ અને પોલીસ સામ સામે

ગુજરાતની જાણીતી યુનિવર્સિટીનો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ HNGU અને MLA કિરીટ પટેલ વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણ યુનિવર્સિટીમાં કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે થયો હતો. આ વિરોધ બાદ HNGUના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે સમર્થકોને અટકાવતા ધારાસભ્યએ પોલીસ સાથે બબાલ કરવાની માહિતી સામે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ જવાનનો કોલર પકડી કિરીટ પટેલ અપશબ્દો બોલ્યા હતા. જ્યારે કિરીટ પટેલે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું પોલીસે દાદાગીરી કરી એટલે મેં દાદાગીરી કરી હતી.રૂસા હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ નહીં નોંધાતા MLAએ વિરોધ કર્યો છે .

પોલીસ સામે કિરીટ પટેલ અપશબ્દો બોલ્યા

અ.ભા.વિ.પ સમગ્ર વિવાદને લઈ કહ્યું HNGUમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર, અન્ય અધિકારીઓ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પોતાની વગનો ખોટો દુરઉપયોગ કરીને ગુંડાગર્દીના માધ્યમથી યુનિવર્સિટીમાં ધાક જમાવવી પોતાના નિજી સ્વાર્થ હેતુ પ્રસાશનને દબાવવાના પ્રયત્ન કર્યો હતો.જન પ્રતિનિધિ દ્વારા યુનિવર્સિટીના સત્તાધારી વ્યક્તિઓને ગાળો આપીને તેમની સાથે ધક્કા મુક્કી કરી વિદ્યાર્થી હીતની કોઈ પણ વાત નહિ પરંતુ દાદાગીરી થકી ખોટા કામો કરાવવાનો આ નિષ્ફળ પ્રયાસ છે.

રૂસા હોસ્ટેલમાં દારૂની મહેફિલ બાબતે કિરીટ પટેલે વિરોધ કર્યો

અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવ્યું હતું કે HNGU મા NSUI ના લુખ્ખા તત્વો સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ સાથે યુનિવર્સિટીમાં ઘૂસીને જે રીતે યુનિવર્સિટીના વાતાવરણને ડહોળવાનું કામ કર્યું છે. તે અત્યંત નિંદનીય અને શર્મનાક ઘટના છે.આ પ્રકાર નો વ્યવહાર કરનાર તમામ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય.પોલીસ કર્મી સાથે થયેલ ઘટના પણ અત્યંત નિંદનીય તેના વિરુદ્ધ પણ સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધી આ ગુંડા તત્વોને પાઠ મળે તેવી કાર્યવાહી અતિઆવશ્યક છે.

Scroll to Top