એક તરફ આકાશદીપની ઈજાના કારણે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે, જોકે હજુ સુધી તેની પુષ્ટી થઈ નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જાહેરાત કરી છે કે સિડનીમાં મિશેલ માર્શની જગ્યાએ બ્યૂ વેબસ્ટરને તક આપવામાં આવશે.
મિશેલ માર્શની જગ્યાએ બ્યૂ વેબસ્ટરને તક મળી
માર્શ માટે વર્ષ 2023 શાનદાર વર્ષ હતું, જેના માટે તેને એલન બોર્ડર મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2024 તેમના માટે ઘણું ખરાબ રહ્યું છે. ભારત સામેની વર્તમાન શ્રેણીની 4 મેચમાં તે 10.43ની એવરેજથી માત્ર 73 રન જ કરી શક્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 6 ઇનિંગ્સમાં તેણે માત્ર 3 વિકેટ લીધી છે. જો આપણે 2024 ના આખા વર્ષના તેના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 15 ઇનિંગ્સમાં માત્ર 283 રન કર્યા છે અને બોલિંગમાં માત્ર 5 વિકેટ લીધી છે.
3 જાન્યુઆરીથી સિડની ટેસ્ટ ચાલુ થશે
પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સમાં મિશેલ માર્શ વિશે જણાવ્યું હતું કે મિચેલ માર્શે આ સિરીઝમાં અપેક્ષા મુજબ રન બનાવ્યા નથી કે વિકેટ પણ નથી લીધી.તેથી તેમને આરામ આપવો જરૂરી હતો. માર્શના સ્થાને બ્યૂ વેબસ્ટરને ટીમમાં તક મળી છે. તેને ફસ્ટ ક્લાસમાં શાનદાર બેંટીગ અને બોલિંગ કરી છે.31 વર્ષીય અને 6.5 ફૂટ ઉંચા બ્યૂ વેબસ્ટરે અત્યાર સુધીમાં 93 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 37.83ની બેટિંગ એવરેજથી 5,297 રન બનાવ્યા છે. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેના નામે 12 સદી અને 24 અડધી સદી પણ છે. બોલિંગથી અત્યાર સુધીમાં 148 વિકેટ પણ લીધી છે.