MEHSANA । ખૂબ જ દુઃખદ, આ ચિચિયારીઓ માટે જવાબદાર કોણ?

દશેરાના દિવસે મહેસાણાથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કડીના જાસલપુર -અલદેસણ ગામ વચ્ચે આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં કરૂણ ઘટના બની છે. અહીં અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં જયારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 9 જેટલા શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. જયારે અન્યને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. આ ઘટનાના કારણે અફરા-તફરી મચી જવા પામી છે. દુર્ઘટનાની જાણ થતા જ પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને DDO ડો. હસરત જાસ્મીન, SP ડૉ. તરૂણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ​​​​​​પહોંચી છે.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે. PMO તરફથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જયારે ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ગુજરાત સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે.

મહેસાણાની આ દુર્ઘટનામાં ફેક્ટરી માલિકની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કામદારોએ જણાવ્યું હતું કે, આ ભાગ જોખમી છે, ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. પરંતુ તેમની વાતની અવગણના કરવામાં આવી હતી અને કામગીરી આગળ ધપાવવામાં આવી હતી.

આ ઘટનામાં મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી ચાલુ થઇ ચુકી છે. નોંધનીય છે કે, અહીં સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં ખરા અર્થમાં કોણ જવાબદાર છે તે અંગે હાલમાં તપાસ ચાલું છે.

મૃતકોના નામ

  • રાજુભાઇ મેડા – રામપુરા ગામ
  • મુકેશ કમાલ – ખામાસણ ગામ
  • આશિષ કાલી – મહુડી ગામ
  • આયુષ્ય કાલી – મહુડી ગામ
  • મહેન્દ્ર રમેશ બારૈયા – રાજસ્થાન
  • જગન્નાથ રમેશ બારૈયા
  • અરવિંદ – દાહોદ
Scroll to Top