-
Junagadh શહેરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું છે.
-
આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી
-
જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા
Mega Demolition in Junagadh: અમદાવાદના ચંડોળા તળાવમાં 29મી એપ્રિલ, મંગળવારે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા, 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા બાદ દાદાનું બુલડોઝર આજે જુનાગઢ શહેરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું છે.
આજે 30મી એપ્રિલ, બુધવારે વહેલી સવારથી જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે.
પાલિકા તંત્રની ડિમોલિશન (Demolition)ની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 3 ડીવાયએસપી, 9 PI, 26 PSI સહિત 400થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જુનાગઢના ધારગઢમાં 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.
જૂનાગઢ મહાનગર પાલિકાએ પ્રથમ તબક્કાની કામગીરીમાં 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે.
10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતના યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઇ રહી છે. જેમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે.
પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલએ જણાવ્યુ કે, દબાણકારો પાસે કોઇ પણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
નોટિસ આપવા છતા દબાણકારોએ પુરાવા રજૂ ન કર્યા: Junagadh Collector
ધારાગઢ વિસ્તારમાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યો હતો. આ જમીન શહેરના સિટી સર્વે નં. 1484 હેઠળ આવે છે. તંત્રે અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી અને દસ્તાવેજો રજૂ કરવાની પુરતી તક પણ આપવામાં આવી હતી. પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ નહોતા કરાયા, જેના કારણે અમને આ કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું, તેવું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. – અનિલ રાણા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર
‘કેટલાંક દબાણકારોની ગંભીર ગુનાઓમાં સંડોવણી’: જિલ્લા કલેક્ટર
આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટેની નથી, પણ સમાજમાં કાયદાનું પાલન અને હક્ક અને ન્યાયની ભાળ સ્થાપિત કરવા માટેની એક નમ્ર અને દ્રઢ પ્રયાસ છે. આ વિસ્તારમાં કેટલાંક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અસામાજિક તત્વો માટે હાલનું તંત્ર ઝીરો ટોલરેન્સની નીતિ રાખે છે અને આવા તત્વો વિરુદ્ધ આગળ પણ કડક પગલાં લેવાશે. – અનિલ રાણા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર
આ પણ વાંચોઃ Ahmedabad: દાદાનું બુલડોઝર નહીં અટકે, ચંડોળા તળાવ ડિમોલિશનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી
આ પણ વાંચોઃ Ahmedabad: કોણ છે ‘મીનીબાંગ્લાદેશ’નો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે ઊભુ કર્યું કરોડોનું સામ્રજ્ય જાણો…