Agriculture | કપાસના પાકનો સૌથી મોટા દુશ્મન ગુલાબી ઈયળને નાથવાના ઉપાયો,ખેડૂતોએ ભરવા આ પગલા

Measures to control the pink bollworm, the biggest enemy of cotton crops, farmers should take these steps
Agriculture: ઉનાળા દરમિયાન કપાસમાં ગુલાબી ઈયળ એટલે કે ‘પિંક બોલવોર્મ’થી પાકને બચાવવા માટે ખેડૂતોએ આટલા પગલા જરૂર લેવા જોઈએ જેથી પાકમાં આવતી ગુલાબી ઈયળથી નુકસાન થાય છે તેનાથી પાકને બચાવી શકાય.
કપાસના વાવેતર પહેલા ઉનાળા દરમિયાન જમીનમાં ઊંડી ખેડ કરવી,જૂના પાકના અવશેષોનો નાશ કરવો
ખરીફ સીઝન વર્ષ 2025માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.
ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ
1.ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઇયળના કોશેટા સૂર્ય પ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.
2.કપાસ પાકની વાવણી કરતાં પહેલાં જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ.
3.કપાસના ખેતરની ફરતે આજુ-બાજુના વિસ્તારમાં પાકનો કચરો કરસાંઠી અથવા અવશેષોના ઢગલાં કરવાનું ટાળવું જોઈએ.

WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top