McDonald’s: શું દેશમાં આઉટલેટ્સ થશે બંધ?

McDonald's

સંસદના ચાલુ સત્ર દરમિયાન Congress ના દિગ્ગજ સાંસદ Deepender Singh Hooda ના નિવેદને દેશભરમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. હુડ્ડાએ સંસદમાં માગ કરી કે ભારતમાં McDonald’s ના તમામ આઉટલેટ્સ બંધ થવા જોઈએ. તેમણે પાકિસ્તાન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે McDonald’s ના સંબંધોનું ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “અમે દેશવિરોધી કે વિવાદાસ્પદ નીતિ ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને પ્રોત્સાહન આપી શકી નહીં.”


હુડ્ડાના નિવેદન પછી દેશ-વિદેશમાં આ મુદ્દે ભારે ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોને હુડ્ડાની દેશભક્તિભરી લાઇને સહમતી છે, તો કેટલાક આને અતિશયોક્તિ અને ધ્યાન ભટકાવવાનું કાવતરું માને છે.

  • McDonald’s વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન્સમાંની એક છે.
  • કંપનીનું વાર્ષિક વોલ્યુમ આશરે 18 લાખ કરોડ રૂપિયા છે.
  • McDonald’s ની હાજરી 71 દેશોમાંથી વધુ છે.
  • ભારતમાં અનેક શહેરોમાં આઉટલેટ્સ છે અને હજારો લોકોને રોજગારી આપે છે.

આ પણ વાંચો – Operation Sindoor: પ્રધાનમંત્રીનો હુંકાર “સિંદૂર થી સિંધુ સુધી”

હુડ્ડાના નિવેદન બાદ હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. આનાથી સ્પષ્ટ છે કે સરકાર આ મુદ્દે સંવેદનશીલતા સાથે આગળ વધી રહી છે. વિદેશી મીડિયામાં પણ આ નિવેદનની નોંધ લેવામાં આવી છે. ખાસ કરીને અમેરિકન મીડિયા અને ફૂડ ઇન્ડસ્ટ્રીને લગતા ન્યુઝ પોર્ટલોએ ભારતની આ સંસદીય ચર્ચા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Scroll to Top