America California Fire: અમેરિકાના કેલિફોર્નિયમાં જંગલોમાં આગ લાગી છે. આ આગ કેવી રીતે લાગી તે હજી સુધી સામે આવ્યુ નથી. પરંતુ આ ભીષણ આગમાં 10હજાર ઘરો બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આગ હજુ સુધી કાબુમાં આવી નથી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
અત્યાર સુધીમાં 10 લોકોના મોત
આગ ભારે પવનને કારણે વધારે ફેલાઇ છે. આગ (Fire) ઓલવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટ કાર્યશીલ છે. તેઓએ સ્થિતિ કંટ્રોલમાં લાવી દીધી છે. પરંતુ પવન ઓછો ન થાય ત્યાં સુધી કંઇ કહી ન શકાય. આ એક એકાએક બનેલી ઘટના છે. તેનું કારણ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.
5,300 થી વધુ ઇમારતોને નુકસાન થયું
લોસ એન્જલસના મેયર કરેન બાસે કહ્યું કે અમને ડર છે કે, આ આગ (Fire) ઝડપથી ફેલાશે કારણ ભારે પવન છે. તેમણે એમ પણ જણાવ્યું કે લોસ એન્જલસ કાઉન્ટીના અધિકારીઓએ મંગળવારે રાત્રે લાગેલી ઇટૉન આગમાં 5 હજારથી વધારે ઇમારતો નાશ પામી હોવાનું સામે આવ્યું છે. પેસિફિક પેલિસેડ્સના પશ્ચિમમાં લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી સૌથી મોટી આગમાં 5,300 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે.
ભારે પવનને કારણે આગ લાગી
ઇટૉન અને પેલિસેડ્સમાં લાગેલી આગથી 10,000 થી વધુ ઘરો નાશ પામ્યા હતા. કેનેથમાં આગ (Fire) અલ. કૈમિનો રીઅલ ચાર્ટર હાઇ સ્કૂલથી 3.2 કિલોમીટરથી ઓછા અંતરે લાગી છે. જ્યાં લોકો પેલિસેડ્સમાં લાગેલી આગથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે. બંને આગની ઘટનાઓના સ્થળો લગભગ 18 કિલોમીટર દૂર છે. લોસ એન્જલસ અને તેની આસપાસ લાગેલી ભીષણ આગમાં બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂર અને પેરિસ હિલ્ટન સહિત અનેક સેલિબ્રિટીઓના ઘર બળીને રાખ થઈ ગયા છે.