Mansukh Vasava: ભરૂચના સાસંદ મનસુખ વસાવાએ મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે.મનસુખ વસાવા (Mansukh Vasava) એ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે નર્મદા જીલ્લા આમલેથા પોલીસ સ્ટેશન તથા ભરૂચ જીલ્લાનાં નબીપુર પોલીસ સ્ટેશન પી.આઇ પરમાર સાહેબ ચુટાયેલ પ્રતિનીધીઓને કોઇ પણ ગુના વગર ખોટી રીતે રંજાડવા તથા ધમકાવે છે.
અંગ્રેજો કરતા પણ અત્યાચારી ગુજરાત પોલીસ
મનસુખ વસાવા (Mansukh Vasava) એ મુખ્યમંત્રીને પત્રમાં ઉલ્લેખ કરતા લખ્યું કે, ભરૂચ જીલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન પી.આઈ પરમાર સાહેબ બે મહીના પહેલા નિકોરા ગામે જીલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી. 7-2-2015ના રોજ તેઓના ઘરમા ઘુસી આખું ઘર ખુંદી વડયા સ્ટાફ સાથે તીજોરી પણ ખોલાવી અને ભાવનાબેનના પિતા રામજીભાઇ વસાવા તેમજ તેમના માતા ચંપાબેન રામજીભાઈ વસાવાને એ કહે છે કે તમે ઇંગ્લિશ દારૂ નો વેપાર કરો છો આ પરિવારજનો એ કહ્યું કે અમે કોઇ આવો ધંધો કરતા નથી.આખુ ઘર ખોળી લીધુ પણ કોઇ દેશી કે ઇંગ્લીશ દારૂ મળ્યો નથી.આ ઉપરાંત ભાવનાબેન ના માતા પિતાએ પોલીસ અધિકારીને જણાવ્યું કે, અમારે ત્યા 16 તારીખે લગ્ન નો પ્રસંગ છે અમારે ત્યા બધા મહેમાનો આવેલા છે ગામના પણ વડીલો બેઠેલા છે અમને આ રીતે બેઆબરૂના કરશો. સરપંચના આજુ બાજુના ઘરોમાંથી દેશી દારૂ લાવ્યા અને તે પણ ખરેખર પોલીસ વાળા જ બહારથી દારૂ લાવી સરપંચને કોઇ પણ પ્રકારે ફીટ કરવા માંગતા હતા.
આવી જ ઘટના નર્મદા (NARMADA) જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ એ હોલાર ગામના તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ હિતેશભાઇ વસાવા તથા હિતેશભાઇના ધર્મ પત્ની સુધાબેન હિતેશભાઇ વસાવા જેઓ પણ હાલ પોલાર ગ્રામ પંચાયતના સરપંચ છે. એમની સાથે પણ એવો વ્યવહાર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છ્.
ચૂંટાયેલા પ્રતિનિધી પર દબાણ કરે છે
ભરૂચ જીલ્લા નબીપૂર પોલીસ સ્ટેશન તેમજ નર્મદા જીલ્લાનું આમલેથા પોલીસ સ્ટેશન અધિકારી એ કાયદાની ઉપરવટ જઇ ને કુત્ય કરેલુ છે. ખરેખર તો સાહેબ આ પ્રકારનો ઝુલ્મ તો અંગ્રેજોના શાસન પણ ન હતો. મોટા મોટા અન્નવાળા રાજા, ભુરીયા જેવા બુટલેગરો અને અન્ય જુના રીઢા ગુનેગારોને પોલીસ અધિકારી છાવરે છે અને નિર્દેશો પર જોર, ઝુલ્મ અને ત્રાસ ગુજારે છે. આવું ન્યાય પ્રિય સરકારમાં તો ન જ થવુ જોઇએ જેથી બન્ને પોલીસ સ્ટેશન અધિકારી સામે ઉપલા અધિકારી પાસે તપાસ કરાવી કાનુની કાર્યવાહી કરવા મારી આપને વિનંતી છે.