Manoj Panara: આવનારા સમયમાં કંઈક મોટું થશે!

Manoj Panara

મોરબી શહેરમાં એક વખત ફરી અનામતનો મુદ્દો ગુંજ્યો છે. પંચાસર રોડ પર પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો હજારોની સંખ્યામાં એકત્રિત થયા હતા. કાર્યક્રમમાં અનામત, સમાજમાં વધતી સમસ્યાઓ અને યુવાનોના ભવિષ્ય અંગે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા, Manoj Panara સહિત મોરબીના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 10 ટકા EWS અનામતની જોરદાર માંગ ઉઠાવવામાં આવી.

Manoj Panara એ સ્પષ્ટપણે જણાવ્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે વંચિત વર્ગના હક્કના અનુસંધાનમાં EWS અનામતનો અધિકારી છે અને આવનારી ચૂંટણીમાં તેનું અમલીકરણ કરવું જરૂરી છે. તેમણે વધુમાં સમાજની આંતરિક સમસ્યાઓ પર પણ કડક શબ્દોમાં પ્રહાર કર્યો. “5 લાખ પાટીદારોને 100 લુખ્ખાઓ દબાવી રાખે છે — આ સ્થિતિ બદલવી પડશે.”

આ પણ વાંચો – Alpesh Kathiriya ભાગેડુ લગ્ન મામલે મોરબીમાં થયા લાલઘૂમ

Scroll to Top