Manmohan Singh Funeral: મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે અગ્નિસંસ્કાર

Manmohan Singh Funeral: આર્થિક સુધારાના જનક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) પંચતત્વમાં મળી ગયા છે. પૂર્વ પીએમની પુત્રીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. નિગમ બોધ ઘાટ ખાતે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્રણેય સેનાઓએ તેને સલામી આપી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નિગમ બોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમને કાંધ આપી હતી.

રાજક્યિ સન્માન સાથે અગ્નિસંસ્કાર

ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે 9 વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યા હતો. જ્યાં પક્ષના નેતાઓ અને કાર્યકરો તેમની અંતિમ દર્શન કરવા રાહ જોઈ રહ્યા હતા. સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પાર્ટીના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હાજર હતા. ગુરશરન કૌરે પણ તેમના પતિને ફૂલ અર્પણ કરીને વિદાય આપી હતી. મનમોહન સિંહના પરિવારને સાંત્વના આપતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટરમાં આવ્યા હતા.

નિગમ બોધ ઘાટ ખાતે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

મનમોહન સિંહ 2004 થી 2014 સુધી 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. તેમણે નાણામંત્રી તરીકે દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવામાં મદદ કરી હતી. તેમના સરકારમાં માહિતીનો અધિકાર (RTI), શિક્ષણનો અધિકાર (RTE) અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) જેવી યોજનાઓ શરૂ કરી હતી. મનમોહન સિંહને 1991માં નરસિમ્હા રાવ સરકારમાં ભારતના નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Scroll to Top