Manmohan Singh Death:મનમોહન સિંહ પણ નરેન્દ્ર મોદીના મુરીદ, આ ઘટના બાદ કર્યા હતા વખાણ

Manmohan Singh Death:ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) ને ગુરૂવારે (26 ડિસેમ્બર 2024)માં અવસાન થયું હતું.તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં રાત્રે લગભગ 8 વાગ્યે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.મનમોહન સિંહ (Manmohan Singh) એક મહાન વ્યક્તિત્વ હતા. તેમનો વ્યવહાર એવો હતો કે તેમના વિરોધીઓ પણ તેમને પ્રેમ કરતા હતા. મનમોહન સિંહે (Manmohan Singh) 2023માં G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

2023માં G20 સમિટમાં મોદીની પ્રશંસા કરી હતી

મીડિયા સાથે વાત કરતા ડૉ. મનમોહન સિંહે (Manmohan Singh) કહ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું કે ભારતને મારા જીવનકાળમાં G-20 ની અધ્યક્ષતા કરવાની તક મળી છે. હું વિશ્વ નેતાઓની ભારતમાં રાહ જોઈ રહ્યો છું.વિદેશ નીતિ હંમેશા ભારતના શાસન માળખાનું એક મહત્વપૂર્ણ તત્ત્વ રહ્યું છે. દેશના હીત માટે માત્ર રાજકારણ જ નહીં પરંતુ ભારતની યોગ્ય પરિસ્થિતિ માટે વિદેશ નીતિનો ઉપયોગ કરવામાં સંયમ રાખવો પણ ખુબ મહત્વનો છે.

હું વિશ્વ નેતાઓની ભારતમાં રાહ જોઈ રહ્યો છું

હું માનું છું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે તેના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રાથમિકતા આપી છે.G-20 સુરક્ષા તકરારોને ઉકેલવા માટેના મંચ તરીકે ક્યારેય જોવામાં આવ્યું ન હતું અને G-20 માટે વિશ્વાસના પડકારોનો સામનો કરવા માટે સુરક્ષાના મતભેદોને બાજુ પર રાખવું મહત્વપૂર્ણ છે.ચીન સાથે ભારતના સંબધો મનમોહિનસિંહે કહ્યું કે વડાપ્રધાનને સલાહ આપવા માટે યોગ્ય નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G-20 સમિટમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ભારતની પ્રાદેશિક અને સાર્વભૌમ અખંડિતતાના રક્ષણ માટે અને દ્વિપક્ષીય તણાવ ઘટાડવા માટે તમામ જરૂરી પગલા ભરશે તેવી આશા રહેલી છે.

Scroll to Top