Mango Market: કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી આવ્યા છે. કેસર કેરી (Kesar Keri) ના આંબા પર આ વર્ષે ખુબ ફ્લાવરિંગ આવતા મબલખ ઉત્પાદનની આશા ખેડુતોમાં સેવાઈ રહી છે. જ્યારે ગીરીની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરી (Kesar Keri) નું ઉત્પાદન આ વર્ષે છેલ્લા પાંચ વર્ષોની સરખામણીએ વધુ મબલક આવક થઈ રહી છે. ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે.
પાંચ વર્ષોની સરખામણીએ વધુ મબલક આવક
ફળોનો રાજા તરીકે ઓળખાતી કેસર કેરી (Kesar Keri) ને દેશ-વિદેશમાં ખૂબ જ વખણવામાં આવે છે.તેમાં પણ ખાસ કરીને ગીરની કેસર કેરી (Kesar Keri) ને લોકો વધુ પસંદ કરે છે. ગુજરાતમાં આશરે પોણા બે લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે. જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે. ગીર સોમનાથમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. જ્યારે તાલાલા ગીરના ખેડૂત રાકેશભાઈ શિરોયાએ જણાવ્યું કે, આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું થયું છે, જેનાથી મબલક ઉત્પાદનની આશા છે. કોઈ પણ પ્રકારનો રોગ ન હોવાથી, કેસરનું મબલક ઉત્પાદન થવાની શક્યતા વધે છે.
20 એપ્રિલથી આવશે માર્કેટમાં કેરી
બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાંત વિજયસિંહ બારડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આ વર્ષે ખુબ આશાવાદ છે. તેમણે કહ્યું આ વર્ષે આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને વધુ લાભ થશે. જો આ વર્ષે પાકમાં વધારો થાય તો ખેડુતો સાથે વેપારીને પણ ફાયદો થવાની સંભાવના રહેલી છે.કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે. 20 એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને વધુ આવક થશે.