મામાએ એક નાની એવી શંકાએ ભાણાનું ઢાળ્યું ઢીમ, આડા સંબંધની આડમાં ખેલાયો ખૂની ખેલ

શંકા એ એવી છે કે જો એક વખત થઈ તો સંબંધોનું ખૂન થતા વાર નથી લાગતી. અને આવીજ ઘટના વીંછિયા તાલુકાના મોટામાત્રા ગામે 22 વર્ષીય દેવીપૂજક યુવાન મયુરને સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની ગડુ સાથે આડો સંબંધ હોવાની શંકાએ ચોટીલાના ધારેઈ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સએ પરિવારની નજર સામે જ હુમલો કર્યો હતો. હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ વીંછીયા બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો, જો કે આ હત્યાના બનાવના પગલે FSLની ટીમ અને વીંછિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ તપાસ કરવા સહિત આગળની કાર્યવાહી હાથધરી પોલીસે આ મામલે 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી 6 શખ્સોની ધરપકડ કરી હતી…

વીંછિયાના મોટામાત્રા ગામે રહેતા મુળ ખારચિયાના વતની રાયધનભાઈ વશરામભાઈ સાડમીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના ધારેઈ ગામના રમેશ મેરામભાઈ,સતા રમેશભાઈ, ટોના રમેશભાઈ, સાયલાના કસવાળી ગામના ચોથાભાઈ સગરામભાઈ મંદુરીયા, રામકુભાઈ મંદુરીયા, વનરાજ ચોથાભાઈ મંદુરીયા અને ઉમેશ ચોથાભાઈ મંદુરીયાનું નામ આપ્યું હતું, તે સહિતના સાતેય શખ્સ મોટામાત્રા ગામે ઝુંપડામાં રહેતા દેવીપૂજક પરિવારના ઘરે ગયા હતા, જ્યાં મથુર હાજર ન હોય પરિવાર એક ઝૂંપડેથી બીજા ઝૂંપડે જતા હતા મૃતક મયુર અને તેના પરિવારજનો મોટી માત્રાની ચોકડી થી મોટા માત્રા ગામ પહોંચતા બાઇકમાં આવેલ આ ટોળકીએ આવીને છરી, કુહાડી, પાઈપ, ધારિયા, લાકડી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. બાદમાં દેકારો થતા તમામ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલામાં મયુરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને પ્રથમ વીંછિયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે મયુરની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

મૃતક મયુરના ફોનમાં રમેશ ભાઈનો ફોન આવેલ તેમાં ગાળો આપતા હતા અને ઝઘડો થયો હતો. મૃતક ના મામા ના દીકરા વનરાજ પત્ની સાથે આડા સબંધ હોવાની શંકા હતી. જેથી 7 શખ્સોએ મળીને એક શંકામાં મયુર ની હત્યા કરી નાખી. જોકે પોલીસે હાલ તો 6 આરોપીની ધરપકડ કરી ફરાર સતાભાઈ રમેશભાઈ નામના આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Scroll to Top