Malegaon Bomb Blast: તમામ સાત આરોપીઓ નિર્દોષ જાહેર

Malegaon Bomb Blast

મહારાષ્ટ્રના Malegaon Bomb Blast માં, NIA સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં 7 મુખ્ય આરોપી હતા. જેમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણી અને સુધાકર ધર દ્વિવેદીનો સમાવેશ થાય છે.

2008ની 29 સપ્ટેમ્બરની સાંજ, માલેગાંવ શહેર માટે ક્યારેય ના ભૂલાય એવી સાબિત થઈ. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવ શહેરમાં બાઈકમાં રાખવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો અને તરતજ શહેરી શાંતિમાં અફરાતફરી મચી ગઈ. આ વિસ્ફોટમાં 6 નિર્દોષ લોકોના મોત થયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 100થી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ધમાકાનો અવાજ કેટલાય કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો અને આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો. ન્યાયાધીશ લાહોટીએ કહ્યું કે વિસ્ફોટ થયો હતો, પરંતુ તે સાબિત થયું નથી કે મોટરસાઇકલમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. તે પણ સાબિત થયું નથી કે મોટરસાઇકલ સાધ્વી પ્રજ્ઞાના નામે હતી. તે સાબિત થઈ શક્યું નથી કે કર્નલ પ્રસાદ પુરોહિતે બોમ્બ બનાવ્યો હતો.

આ પણ વાંચો – Viral Infection: દર્દીઓની સંખ્યામાં વધારો, શું તમે સાવચેત છો?

Malegaon Bomb Blast કેસનો નિર્ણય 8 મે 2025 ના રોજ આપવાનો હતો, પરંતુ ત્યારબાદ કોર્ટે તેને 31 જુલાઈ સુધી અનામત રાખ્યો હતો. Malegaon Bomb Blast કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી. આ કેસ 2011 માં NIA ને સોંપવામાં આવ્યો હતો. NIA એ 2016 માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં 3 તપાસ એજન્સીઓ અને 4 ન્યાયાધીશ બદલાયા છે.

Scroll to Top