Dahod: બચુ ખાબડના પુત્ર પર ફરી મોટી કાર્યવાહી

Dahod

Dahod જિલ્લામાં Manrega Scam માં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કૃષિ રાજ્યમંત્રી Bachu Khabad ના બંને પુત્ર Balwant Khabad અને Kiran Khabad ની ધરપકડ કરાયા બાદ આજે દાહોદ ચીફ કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ Dahod Police એ તાત્કાલિક જામીન રદ્દ કરવાની માગ કરી છે. દાહોદ પોલીસે જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની માગ કરી છે. સરકારે પણ ઉપલી કોર્ટમાં જામીન રદ્દ કરવાની પણ અરજી  કરી છે. ઉપલી કોર્ટમાં જામીન પે રિવાઇઝની પણ માગ કરવામાં આવી છે. ધાનપુર, દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં કૌભાંડ બચુ ખાબડના બંને પુત્રોનું સામેલ છે.

શું છે Dahod Manrega Scam નો મામલો?

ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે.

ચકચારી Dahod Manrega Scam માં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર Balwant Khabad ની ધરપકડ કરવામાં આવી હતી. મનરેગા અંતર્ગત રૂ. 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રી પુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે Kiran Khabad ની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતાં. એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.


Amit Chavda એ કહ્યું કે, દાહોદમાં પંચાયત મંત્રી Bachu Khabad ના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ પુરાવાઓ મંત્રી-પુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગા વ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

 

Scroll to Top