Mahudha રેપ વિથ ડબલ મર્ડર કેસઃ પ્રેમી યુગલને આશરો આપનાર જ હેવાન નીકળ્યો, યુવકને મારી પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું

mahudha rape with double murder case solver

Mahudha Rape with Double Murder Mystery : ખેડા જિલ્લાના મહુધાના મહિસા ગામે બુધવારે ચકચારી રેપ વિથ ડબલ મર્ડરની ઘટનાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધી છે. પોલીસની તપાસમાં યુવતી લગ્નના આગળના દિવસે ઘરેથી ભાગી ગઇ હતી. યુવક અને યુવતી ડાકોર આવીને આશરો શોધતા હતા. ત્યારે મૂળ પંચમહાલના અને હાલ ઠાસરના ખીજપુરમાં રહેતા યુવકે મહિસા ગામે ખેતરમાં યુવક અને યુવતીને આશરો આપ્યો હતો અને રાત્રે યુવકની બોથડ પર્દાથ મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં આરોપીને ખીજલપુરથી પોલીસે ધરપકડ કરીને ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

શું છે સમગ્ર મામલે?
મૂળ મહિસાનો અને પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વંદલીમા રહેતો પ્રકાશ ઉર્ફે પકો ચંદુ નિનામા (હાલ રહે.ઠાસરાના ખિજલપુર, ઉ. આશરે 40) ગઈકાલે ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યો હતો. યુવતી ( ઉ.વ.20)લગ્નના આગળના દિવસે પ્રેમી અજય નામના યુવક ( ઉ.વ.25) સાથે ભાગીને ડાકોરમાં આવ્યું હતું. જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય શોધતું હોય, તેનો લાભ ઉઠાવી પ્રકાશ નિનામા એ રહેવા માટે આશ્રય આપશે તેવી વાત કરી હતી.

યુવકને પતાવી અર્ધબેભાન યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા
પ્રકાશ નિનામા યુવક યુવતીને બાઇકમાં ડાકોરથી અલીણા થઇને મહિસા ખાતે લઇ ગયો હતો અને મહિસા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં આશરો આપ્યો હતો અને આજે રાત અહીં વિતાવો, કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ. દરમિયાન મોડી રાતે પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી પર અર્ધબેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવતીને પ્રાઇવેટ પાર્ટ પર ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી.

સીસીટીમાં આરોપી ઝડપાયો
આ ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહો મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે કાફલો દોડી આવીને તપાસ હાથ ધરી હતી. 150થી વધુ સીસીટીવીના ફુટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ 70 લોકોની પૂછપરછ કરાઇ હતી.જેમાં ડાકોરમાં નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવીમાં યુવક અને યુવતી પ્રકાશ નિનામા સાથે બાઇક પર ત્રણ સવારી કરીને ડાકોરથી અલીણા તરફ જતા હોવાની સામે આવ્યું હતું. જે વાહન નંબરના આધારે વાહન ધારક અને વાહન હંકારનારની ઓળખ કરી હતી. જેના આધારે ખેડાના ખીજલપુર ગામના પ્રકાશ નિનામા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપીને ખનીજપુરથી પકડી પાડીને પૂછપરછ હાથ ધરી હતી. આ

આરોપી મહિસામા રહ્યો હોય તે મહિસાની તમામ સ્થાનોથી પરિચિત હતો. જેથી આ પ્રેમી યુગલને લઈ આ સ્થળ પર આવ્યો હતો. આરોપી છૂટક મજૂરી કરે છે. નોંધનીય છે કે, પ્રકાશ નિનામાના પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે યુવતી સાથે શારિરીક સંબંધ બાંધવાના હેતુસાર કૃત્યુ આચર્યું હોવાની માહિતી મળી છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

 

 

Scroll to Top