Mahesh Kaswala: અમરેલીના લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેશ કસવાલા (Mahesh Kaswala) એ દાવો કર્યો હતો કે હું ( મહેશ કસવાલા) પરિવારજનોની મુલાકાત કરી છે. પરંતુ પીડિત દીકરીનું ગામ ક્યાં આવ્યું એ પણ જાણતા નથી. મીડિયા સામે આવી ખોટી માહિતી આપતા મહેશભાઈ (Mahesh Kaswala) ને બિલકુલ શરમ પણ આવતી નથી. પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું.ત્યારબાદ ફેમશ થવા માટે મહેશભાઈ (Mahesh Kaswala) મીડિયામાં એલ ફેલ નિવેદન આપો છે. મહેશભાઈ (Mahesh Kaswala) જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ આ દિકરીને જામીન મળે એટલે રાજકીય સન્માન આપવાનું ભૂલતા નહીં.મહેશભાઈના આ નિવેદન બાદ સમગ્ર અમરેલી પંથકમાં નારાજગી ફેલાઈ ગઈ છે. લોકો કહી રહ્યા છે કે મહેશભાઈ (Mahesh Kaswala) રાજકીય લાભ લેવા માટે આવા પ્રકારના નિવેદન કરી રહ્યા છે.
પીડિત દીકરીનું ગામ ક્યાં આવ્યું એ પણ મહેશભાઈ જાણતા નથી
મહેશ કસવાલા (Mahesh Kaswala) ના નિવેદન બાદ સમગ્ર અમરેલી પંથકમાં રાજકારણ ગરમાયું છે. આ મુદ્દ ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતની જનતા જાણવા માંગે છે કે હવે આ દિકરીને ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને મહેશ કસવાલા (Mahesh Kaswala) ક્યારે જેલમાંથી મુક્ત કરાવી શકે છે.
અમરેલી પંથકમાં રાજકારણ ગરમાયું
અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.આ બેઠકમાં વિવિધ અગ્રણીઓએ આ દિકરીને જેલ માંથી બહાર લાવવા માટે વિવિધ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા, મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.