Mahesh Jirawala: ગુજરાતી ફિલ્મ નિર્માતા હવે નહીં રહ્યા…

Mahesh Jirawala

અમદાવાદ શહેર ખાતે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશનો બનાવ બન્યો હતો. ત્યાર પછી નરોડા વિસ્તારમાં રહેતા Mahesh Jirawala (ઉ.વ.34) ગુજરાતી ડાયરેક્ટર હતા. તે પોતાની એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આસપાસથી ગુમ થયા હતા. Mahesh Jirawala ના ભાઇએ ગુમ થયાની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના PI પી. વી. ગોહિલ, શાહીબાગ PI જે. ડી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ કિરીટભાઇ તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે ગુમ થનાર મહેશ જીરાવાલાનો પ્લેન ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળી હતી. જેના આધારે ગુમ થનાર Ahmedabad Plane Crash ના બનાવમાં ભોગ બન્યા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા તેમના પરિવારજનોને જાણ કરી હતી.


 આ પણ વાંચો – Aravalli: પતિને મળવા જતી હતી પણ લંડન ના પહોંચી

અમદાવાદ શહેરના સેક્ટર 02  જયપાલસિંહ રાઠોડ, ડીસીપી  રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી DNAએ લેવા જરૂરી હોવાની સમજણ આપી શંકા દૂર કરવા પણ DNA ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના DNA નમૂના લેવડાવવામાં આવેલ હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશ ના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા DNA ટેસ્ટ નો રિપોર્ટ આવતા, આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ મૃતદેહ સાથે DNA નમૂના મેચ થતા, પ્લેન ક્રેશમાં જ Mahesh Jirawala નું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.

Scroll to Top