શિંદેએ રણશિંગુ ફૂંક્યું, જનતા ઈચ્છે છે કે મુખ્યમંત્રી બનું પણ ભાજપ………….

ચૂંટણીના પરીણામ આવ્યાને આજે નવ દિવસ થઈ ગયા છે પરંતુ મહારાષ્ટ્રના અગામી મુખ્યમંત્રી કોણ હશે તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબીયત સારી ન હોવાને કારણે બધી મીટિંગ્સ કેન્સલ કરી દિધી છે. તથા ડૉક્ટોરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ શિંદેની તબીયત બગડી ત્યારે ડૉકટરોએ તેમના ઘરે જઈને તેમની સારવાર કરી હતી.

મહાયુતિના ગઠબંધનને મોટી સફળતા મળી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના ગઠબંધનને મોટી સફળતા મળી હતી. ભાજપ શિવસેના અને NCPએ 288માંથી 230 સીટ જીતી છે. આમાંથી ભાજપે 132, શિવસેનાએ 57 અને NCP એ 41 સીટ જીતી છે. જ્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષે ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 16 સીટ, NCP શરદ પવાર 10 સીટ અને શિવસેના UBT 20 સીટ જ જીતતા કરામી હાર થઈ હતી. 23 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હજી સૂધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

મહાગંઠબધન સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે?

અગ્રણી અખબારને ઈન્ટરવ્યું આપતા શિંદેએ દાવો કરેલો કે જનતા ઈચ્છે છે કે હું મુખ્યમંત્રી બનું, તેમણે વધુમાં કહ્યું હું સામાન્ય લોકો માટે કામ કરૂ છું. જનતાનો મુખ્યમંત્રી છું. તથી જ મહારાષ્ટ્રની જનતા મને મુખ્યમંત્રી તરીકે જોવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 4 ડિસેમ્બરે ભાજપ વિધાયક દળની બેઠક મળવાની છે.
ત્યારે ભાજપે તમામ MLAને મંગળવારે મુંબઈ આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મહાગંઠબધન રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.?

 

Scroll to Top