મહારાષ્ટ્ર (mharashtra) માં કેબિનેટ વિસ્તરણ પહેલા દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (devendra fadnavis) અને ડેપ્યુટી સીએમ અજિત પવાર સતત દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળી રહ્યા છે. જોકે શિવસેના (SHIVSENA) પ્રમુખ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે દિલ્હી આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે તેને મહત્વના ખાતા ન મળતા નારાજ છે.
અજિત પવાર અમિત શાહને મળ્યા
મહાયુતિના સૂત્રો પ્રમાણે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ (devendra fadnavis) એકનાથ શિંદે અને NCPના વડા અજિત પવારની ઔપચારિક બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા અને દરેક પક્ષને કેટલા મંત્રી પદો અને પોર્ટફોલિયો આપવાના હતા તેની ઔપચારિકતા થવાની હતી. પરંતુ શિંદે દિલ્હી ગયા ન હતા.
શિંદેએ નવી સરકારમાં મહેસૂલ, ઉદ્યોગ અને ગૃહ વિભાગની માંગણી કરી હતી
શિવસેનાના સૂત્રો પ્રમાણે ભાજપ શિંદેને ગૃહ મંત્રાલય આપવાનો ઈન્કાર કરી રહ્યી છે. શિવસેના (SHIVSENA) નવી સરકારમાં મહેસૂલ, ઉદ્યોગ અને ગૃહ વિભાગની માંગણી કરી હતી. જ્યારે અજીત NCPએ હાઉસિંગ વિભાગ પર દાવો કર્યો હતો. આ બધા કારણોસર શિંદે નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. શિંદે મુખ્યમંત્રી પદ છોડ્યા પછી મહેસૂલ અને શહેરી વિકાસ પર દાવો કર્યો હતો. પરંતુ ભાજપએ આપવા તૈયાર નથી.
કેબિનેટનું વિસ્તરણ 16 ડિસેમ્બરે થાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટનું વિસ્તરણ 16 ડિસેમ્બરે થાય તેવી શક્યતા રહેલી છે. ભાજપના ક્વોટામાંથી 20 નેતાઓ મંત્રી બની શકે છે. જ્યારે શિવસેનામાંથી 12 અને એનસીપીના 10 નેતાઓ મંત્રી બનશે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત 43 મંત્રીઓ બની શકે છે. દેવેન્દ્ર ફડણવીસે (devendra fadnavis) 5 ડિસેમ્બરે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે શપથ લીધા હતા. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કેબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.