Mamta Kulkarni: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની છે. કુંભનગરીમાં કિન્નર અખાડાએ તેમને દીક્ષા આપીને તેમને મહામંડલેશ્વર (Mahamandaleshwar) બનાવ્યા છે.હવે તેમનું નામ શ્રી યમાઈ મમતાનંદ ગિરી થઈ ગયું છે.તેમના મહામંડલેશ્વર (Mahamandaleshwar) બનવા પર સવાલો ઉઠી રહ્યા છે. કિન્નર મહામંડલેશ્વર (Mahamandaleshwar) હિમાંગી સાખીએ આની સામે વાંધો ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે કિન્નર અખાડાએ મહિલાને મહામંડલેશ્વર કેમ બનાવી છે.
મહામંડલેશ્વર હિમાંગી સાખીએ વાંધો ઉઠાવ્યો
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી રાખી છે.આ દરમિયાન તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા.જે બાદ મમતા કુલકર્ણી શુક્રવારે મહાકુંભમાં પહોંચી અને દુન્યવી આસક્તિ છોડીને કિન્નર અખાડામાંથી સંન્યાસની દીક્ષા લીધી. આ પહેલા તેણે સંપૂર્ણ વિધિ સાથે પિંડ દાન કર્યું હતું.આ પિંડ દાન બાદ મહામંડલેશ્વર (Mahamandaleshwar) હિમાંગી સાખીએ મમતા કુલકર્ણીને અપાતી દિક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા.
મમતા કુલકર્ણીની ફિલ્મી સફર
મમતા કુલકર્ણીએ 1991માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ નાનબરગલથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી 1992માં તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તેની પ્રથમ ફિલ્મ મેરે દિલ તેરે લિયે હતી. તેની વાસ્તવિક ઓળખ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કરણ અર્જુનથી મળી હતી.જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.