Mahakumbh: આ વર્ષનો કુંભ મેળો પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી ચાલુ થયો અને 26 ફેબ્રુઆરીએ પૂરો થવાનો છે. પ્રશાસને દાવો કર્યો છે કે, પ્રથમ શાહી સ્નાનના દિવસે 3.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી.છેલ્લા ત્રણ દિવસમાં 6 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે.જ્યારે અગામી 45 દિવસોમાં 45 કરોડ ભક્તો કુંભમેળા (Mahakumbh) માં આવવાની આશાછે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટર પર આ આંકડો શેર કર્યો હતો. હવે સવાલ એ થાય કે આટલી મોટી ભીડની સાચી ગણતરી કઈ રીતે થતી હશે.
કુંભ મેળો 26 ફેબ્રુઆરીએ પૂરો થશે
કુંભ મેળા (Mahakumbh) માં ભક્તોની ગણતરી કરવાની પ્રક્રિયા 19મી સદીમાં શરૂ થઈ હતી. 1882ના કુંભમાં અંગ્રેજોએ મુખ્ય માર્ગો પર બેરીયર મૂકીને ગણતરી કરી હતી. રેલવે ટિકિટ વેચાણના ડેટા પરથી પણ મેળામાં આવનારા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.ત્યારે સંગમમાં અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાનો અંદાજ છે. 1906ના કુંભમાં લગભગ 25 લાખ લોકોએ ભાગ લીધો હતો. એ જ રીતે, 1918ના મહાકુંભમાં લગભગ 30 લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી.
ગણતરી કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ
આ વખતે કુંભ મેળા (Mahakumbh) માં ભીડનું મૂલ્યાંકન કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેળામાં 200 જગ્યાએ હંગામી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર પ્રયાગરાજ શહેરમાં 268 સ્થળોએ 1107 અસ્થાયી કેમેરા લગાવવામાં આવ્યા છે. 100 થી વધુ પાર્કિંગ સ્થળો પર 700 થી વધુ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. જે વાહનો અને ભક્તોની ગણતરી કરવામાં મદદ કરે છે.
સીસીટીવી કેમેરાના આધારે ગણતરી થાઈ છે
2013 પહેલા ડીએમ અને એસએસપીના રિપોર્ટના આધારે મેળામાં આવનારા લોકોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવતો હતો. જેમાં બસ, ટ્રેન અને ખાનગી વાહનોનો ડેટા સામેલ હતો. અખાડાઓમાંથી તેમના ભક્તોની માહિતી પણ લેવામાં આવી હતી. અગાઉ ગણતરી થોડી સરળ હતી પરંતુ હવે શહેરમાં વધતી જતી ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપનને કારણે આ કાર્ય એકદમ જટિલ બની ગયું છે.