Mahakumbh: ભારતમાં 12 વર્ષે ઉત્તકપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Mahakumbh) મેળાનું આયોજીત થતું હોય છે. આ કુંભ મેળા (Mahakumbh) માં આખા દેશ માંથી લોકો આવતા હોય છે. પરંતુ ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં હાજર લોકો મહાકુંભ (Mahakumbh) માં શાહી સ્નાન કરવા જઈ રહ્યા હતા.
સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો
આ ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થતા સમયે પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની બારીનો કોચ તૂટી ગયો હતો. કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ વીડિયો બનાવીને સમગ્ર ધટનાની માહિતી આપી હતી.આ ઘટનાની ફરીયાદ રેલવેને પણ કરવામાં આવી છે.
ફરીયાદ રેલવેને કરવામાં આવી
સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ઘટના રવિવારે બપોરે 3:20 વાગ્યે બની હતી.DSCR/BSL ને મેસેજ મળ્યો હતો કે, ટ્રેન નંબર 19045 તાપ્તીગંગા એક્સપ્રેસના કોચ નંબર B-6ના બર્થ નંબર 33-39 પાસે કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો.
એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો
ઘટનાસ્થળે પહોંચેલા જલગાંવના ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળી નથી. પથ્થરમારો કર્યા પછી તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હશે. આ કેસમાં સાંજે લગભગ 5 વાગ્યે રેલ્વે અધિકારીઓએ RPF પોલીસ સ્ટેશન જલગાંવમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલમાં તેની તપાસ સબ ઇન્સ્પેક્ટર મનોજ સોનીને સોંપવામાં આવી છે.