Mahakumbh 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5-2-25) ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ ઉપરાંત રાજ્યના બંને ડેપ્યુટી સીએમ પણ પીએમ મોદી (PM Modi) સાથે હતા. પીએમના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
CM યોગી સાથે ગંગા વિહારની પણ મુલાકાત લીધી
પીએમ મોદી (PM Modi) ના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ સહિત સમગ્ર મહાકુંભ (Mahakumbh 2025) મેળામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ તથા અન્ય ઈન્ટેલિજન્સીની ટીમો ખૂણે ખૂણે હાજર હતી. જ્યારે સંગમ વિસ્તારમાં અર્ધલશ્કરી દળ પણ તૈનાત કરવામાં આવી હતી.
વૈદિક મંત્રોના જાપ વચ્ચે સંગમમાં ડૂબકી લગાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ સંગમ કિનારે પહોંચીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પવિત્ર ત્રિવેણીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. તેમણે માતા ગંગાની પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાને સંગમના કિનારે સંતો અને ઋષિઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. સંગમ સ્નાન કર્યા બાદ વડાપ્રધાન ફરી એકવાર બોટમાં સવાર થઈને સંગમ કિનારેથી અરેલ ઘાટ જવા રવાના થયા છે. વડાપ્રધાન 2025માં બીજી વખત મહાકુંભ (Mahakumbh 2025) માં પહોંચ્યા છે. આ પહેલા તેઓ 13 ડિસેમ્બર 2024ના રોજ મહાકુંભ શહેરમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સંતોને મળ્યા અને મેળા વિસ્તારની વ્યવસ્થા વિશે પણ માહિતી મેળવી હતી.