Mahakumbh 2025: શું તમે જાણો છો,અખાડા શબ્દોનો ઉદ્દભવ ક્યાથી થયો?

Mahakumbh 2025: મહાકુંભ અથવા કુંભમાં સૌ પ્રથમ સાધુઓનું જૂથ સ્નાન માટે આવે છે. શરીર પર ધૂની અને ભસ્મ વીંટાળવામાં આવે છે. કેટલાક સાધુ દિગંબર છે અને કેટલાક શ્રીદિગમ્બર છે. તેનો અર્થ એ કે કેટલાક કપડા વગરના છે અને કેટલાક માત્ર એક નાનો લંગોટી પહેરે છે. બધા પુરૂષ સાધુ સ્નાન કર્યા પછી મહિલા સાધુઓ સ્નાન કરતા હોય છે. જ્યારે સ્ત્રીઓ તેમના શરીરની આસપાસ માંત્ર દાંતી વીંટાળેલી હોય છે. આ કાપડ સિલાઈ લગરનું હોય છે. આ બધાને નાગા સાધુ કહેવામાં આવે છે.

કુંભ દરમિયાન સાધુ બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે

નાગા સાધુઓની તાલીમ કમાન્ડો તાલીમ કરતાં પણ વધુ ખતરનાક હોય છે. જે વ્યક્તિ નાગા સાધુ બનવા માંગે છે તેના માટે મહા કુંભ, અર્ધ કુંભ અને સિંહસ્થ કુંભ દરમિયાન સાધુ બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નાગા સાધુઓના કુલ 13 અખાડા છે. જેમાંથી માત્ર 7 અખાડા નાગા સંતોને તાલીમ આપે છે, જેમાં જુના, મહાનિર્વાણી, નિરંજની, અટલ, અગ્નિ, આનંદ અને આવાહન અખાડાનો સમાવેશ થાય છે.

તમામ અખાડાઓમાંથી નાગા સાધુ બની શકે છે

શું તમે જાણો છો અખાડા શબ્દ ક્યાંથી આવ્યો? કેટલાક નિષ્ણાતોના મતે અખાડા શબ્દની શરૂઆત મુઘલ કાળથી થઈ હતી. આ પહેલા સાધુઓના સમૂહને બેડા અથવા જાથા કહેવામાં આવતું હતું. અખાડાએ સાધુઓના સમૂહ છે જે શાસ્ત્રોમાં નિપુણ છે. તથા સમાન નિયમોનું પાલન કરીને તપસ્યા કરે છે.જ્યારે નાગા સાધુ એક ઉપાધિ છે. પૂરાણો મૂજબ ઋષિઓમાં વૈષ્ણવ, શૈવ અને ઉદાસીન ત્રણ સંપ્રદાયો હોય છે. જ્યારે આ ત્રણ સંપ્રદાયોમાં અનેક પ્રકાર હોય છે. જેમાં દિગંબર, નિર્વાણી અને નિર્મોહીની જેમ, ત્રણેય વૈષ્ણવ સંપ્રદાયના છે. આ ત્રણ સંપ્રદાયો સહિત કુલ 13 અખાડા છે. આ તમામ અખાડાઓમાંથી નાગા સાધુ બની શકે છે.

 

 

 

Scroll to Top