Mahakumbh માં ડૂબકી મારતા પહેલા આ સાવચેતી રાખજો, નહીંતર જઈ શકે છે જીવ

Mahakumbh 2025 :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં સ્નાન કરવા માટે દરરોજ કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. પ્રયાગરાજમાં ખૂબ જ ઠંડી પડી રહી છે,જેના કારણે અમૃત સ્નાનના પહેલા દિવસે એક નાગા સાધુ સહિત 6 ભક્તોના મોત થયા છે. આમાંથી ત્રણ લોકો સંગમ નોજ પર જ બેભાન થઈ ગયા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અમૃત સ્નાનમાં 6 ભક્તોના મોત થયા

મૃતકોમાં મહારાષ્ટ્રમાં NCP ના નેતા અને સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર મહેશ કોઠેનો સમાવેશ થાય છે. જ્યારે ઘણા અન્ય શ્રદ્ધાળુઓ સ્નાન કર્યા પછી બેભાન થઈ ગયા હતા, તેઓ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બધાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

પ્રયાગરાજમાં ખૂબ જ ઠંડી પડી રહી છે

આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થયું ? કુંભ મેળા વિસ્તારમાં સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કૌશિકે જણાવ્યું હતું કે અતિશય ઠંડી અને અસ્વસ્થ શારીરિક સ્થિતિને કારણે લોકો હાયપોથર્મિયાનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો જે પહેલાથી જ બીમાર હતા તેઓ પણ ઠંડીનો ભોગ બન્યા છે. ડૉ. મનોજ કૌશિકના મતે, આ હોસ્પિટલમાં આવતા બે ટકા દર્દીઓ એવા છે જેમને શરદી થઈ ગઈ છે. તેથી 13 અને 14 જાન્યુઆરીના રોજ સ્નાનમાં ભાગ લેનારા મોટાભાગના લોકો ઠંડીનો ભોગ બન્યા.

અવિમુક્તેશ્વર સરસ્વતીએ મહાકુંભમાં સ્નાન કરવાની પદ્ધતિ સમજાવી

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ મહાકુંભમાં સ્નાન કરવાની પદ્ધતિ સમજાવી છે. તેમણે કહ્યું કે અહીં શરીરની નહીં પણ મનની ગંદકી દૂર કરવા આવવું જોઈએ. નિયમ એ છે કે પહેલા તમારે ઘરે સ્નાન કરવું જોઈએ અને પછી ગંગા નદીમાં ડૂબકી લગાવીને તમારા મનની ગંદકી દૂર કરવી જોઈએ.ગંગા સ્નાન કરતી વખતે ડૂબકી લગાવીને તરત જ બહાર નીકળી જવું જોઈએ છે. સૌ પ્રથમ તમારે તમારા માટે ડૂબકી લગાવવી જોઈએ. પછી બીજી ડૂબકી માતા-પિતા માટે અને ત્રીજી ડૂબકી ગુરુ માટે લગાવવી જોઈએ.

Scroll to Top