mahakumbh 2025: મહા કુંભમેળા દરમિયાન ભક્તો અને કલ્પવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગે મંગળવારે એલ.પી.જી. સુરક્ષાને લઈને ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં વિભાગીય અધિકારીઓ, એલ.પી.જી. વિતરકો, ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ અને ફાયર વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન એલપીજી લીકેજને કારણે થતા અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
યોગી સરકારે લગાવ્યા નિયંત્રણો
એલ.પી. ટેકનિકલ સહાયકો દ્વારા સિલિન્ડરના લીકેજની તપાસ કરવામાં આવશે. જો લીકેજ જોવા મળશે તો સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે.ગેસ સિલિન્ડર પાઈપ અને રેગ્યુલેટરની ચકાસણી કર્યા બાદ જો તે ધારાધોરણ મુજબ ન હોય તો તેને બદલવાની સૂચના આપવામાં આવી હતી. ટેકનિકલ સહાયકોની ટીમો મેળાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.જેઓ કોઈપણ આગ લાગવીની ઘટના પર રોક લગાવશે.
4,300 ફાયર હાઈડ્રેન્ટ્સ તૈનાત કરવામાં આવ્યા
ઘરેલુ ગેસનો દુરુપયોગ કે અનધિકૃત સિલિન્ડરનું વેચાણ જણાશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગે તમામ એલ.પી.જી. વિતરકો અને અધિકારીઓને વિવિધ વિસ્તારમાં ગેસ સપ્લાયની દેખરેખ રાખવા અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે નિયમોના ભંગ બદલ સંબંધિત એજન્સીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
સમગ્ર મેળા વિસ્તારમાં 50 ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા
સમગ્ર મેળા વિસ્તારમાં 50 ફાયર સ્ટેશન અને 20 ફાયર પોસ્ટ બનાવવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 4,300 ફાયર હાઈડ્રેન્ટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. મહાકુંભને અગ્નિ અકસ્માત મુક્ત ક્ષેત્ર બનાવવા માટે યોગી સરકારે વિભાગને 66.75 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.જ્યારે વિભાગીય બજેટ 64.73 કરોડ રૂપિયા છે. અકસ્માતો સામે રક્ષણ માટે કુલ રૂ. 131.48 કરોડના ખર્ચે વાહનો અને સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.