Maha Kumbh 2025: મહાકુંભમેળામાં 11 શ્રદ્ધાળુઓને આવ્યા હાર્ટ એટેક, જાણો ડૉક્ટરે શું કહ્યું…….

Maha Kumbh 2025: પ્રયાગરાજના મહાકુંભમેળામાં ઠંડીનું મોજૂં ફરી વળ્યું છે. જેના કારણે બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક (hart attack) આવ્યાના સમાચાર આવ્યા છે. જ્યારે 6 દર્દીઓને પરેડ ગ્રાઉન્ડ સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં અને 5 દર્દીઓને સેક્ટર-20 સ્થિત સબ સેન્ટર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 9 દર્દીઓને સ્થિતિમાં સુધારો પણ થયો છે.વધુ ગંભીર દર્દીને SRN હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ICU વોર્ડ હૃદયના દર્દીઓથી ભરાઈ ગયા

રવિવારે સેન્ટ્રલ હોસ્પિટલના 10 બેડનો ICU વોર્ડ હૃદયના (hart attack) દર્દીઓથી ભરાઈ ગયો હતો. ડોકટરોએ જણાવ્યું હતું કે, બદલાતા હવામાનમાં ખાસ કરીને વરસાદ અને ઠંડીના કારણે હાર્ટ એટેક (hart attack)  ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મેળા વિસ્તારમાં અને ખુલ્લામાં સમય વિતાવતા ભક્તોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. તથા કોઈપણ દર્દી મૂશ્કેલી ન પડે તેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યા

ડૉકટરનું કહેવું છે કે શિયાળીની સિઝન ચાલી રહી છે. તથા ગંગાનું ઠંડું પાણીથી સ્નાન કરવાથી શરીરની નસો જામી જાય છે. જેના કારણે લોહીનો પૂરવઠો ખોરવાઈ જાય છે. તેની ખરાબ અસર શરીર પર અસર થઈ શકે છે. જ્યારે પણ તમે છાતીમી બળતરા અને દુખાવો અનુભવો,છાતી પર દબાણ અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવો,જો તમે તમારા હાથ, કમર અને જડબામાં દુખાવો અનુભવો, તરત જ ડૉક્ટર પાસે જાઓ.

 

 

 

Scroll to Top