IPL (IPL 2025) ની 18મી સિઝનની શરૂઆત 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો યુવા બોલર મયંક યાદવ ઈજામાંથી બહાર આવી શક્યો નથી.જેના કારણે તે iplના પહેલા હાફ માંથી બહાર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તે IPLના બીજા હાફમાં રમી શકે છે.
lsgએ મયંક યાદવને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો
ગત વર્ષની iplમાં મયંક યાદવે તેની સ્પીડથી તમામને ખુબ પ્રભાવિત કર્યા હતા.આ ઉપરાંત શારૂ પ્રદર્શન પણ કર્યું હતું. જેના કારણે તે ભારતીય ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મંયક યાદવને લખનઉ સુપર જાયન્ટ્સે હરાજી પહેલા 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તમને જણાવી દઈએ કે,ગત વર્ષે લખનૌએ તેને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL માં કૂલ 4 મેચ રમ્યો
IPL 2024માં મયંક યાદવ કૂલ 4 મેચ રમ્યો હતો. જેમાં તેમણે 7 વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત તેને 7ની એવરેજથી રન આપ્યા હતા. તેણે rcb સામે RCB સામે IPL 2024નો સૌથી ઝડપી બોલ (156.7) ફેંક્યો હતો.મયંક યાદવ ગયા વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઈજાગ્રસ્ત થતા ભારતીય ટીમમાં સ્થઆન મળ્યું ન હતું.
lsgનો કેપ્ટન ઋષભ પંત
લખનૌ સુપર જાયન્ટ્સ તેની પ્રથમ મેંચ દિલ્હી કેપિટલ્સ સાથે રમશે. આ બંન્ને ટીમો વચ્ચ 24 માર્ચે રમાશે. ipl 2025ના મેગા એક્શનમાં ઋષભ પંતને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે પંતને મેગા એક્શનમાં 27 કરોડમાં ખરીદ્યો હતો.જ્યારે lsgના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ દિલ્લી તરફથી રમતો જોવા મળશે.