ગુજરાતને વિકાસ મોડલ કહેતા નેતાઓ જુઓ Chhotaudaipur માં વિકાસ ફરી ઝોળીમાં દેખાયો

ગુજરાતને વિકાસ મોડલ કહેતા નેતાઓ જુઓ Chhotaudaipur માં વિકાસ ફરી ઝોળીમાં દેખાયો

Chhotaudaipur જિલ્લા ના ભૂંડ મારિયા ગામે થી ઝોલા માં ઉંચકી 108 સુધી મહિલા ને ઝોલા માં ઉંચકી લઈ જવાતો વિડીયો ફરી આવ્યો સામે
ગામ ના લોકો એજ વીડિયો બનાવી વાયરલ કર્યો

આજ સવાર ની ઘટના સગર્ભા મહિલા ને કાચા પથરાળ અને ઢોળાવ વાળા રસ્તે ઉંચકી ને 108 સુધી લઈ જવાઈ પાણીમાંથી પસાર થઈને પરિવારજનો ઉંચકી ને લઈ જવા મજબૂર થઇ ને જતા હોય તેવો ગામ ના લોકો એજ વીડિયો બનાવી વાયરલ કર્યો

થોડાજ દિવસ પહેલા છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા એ જાહેર મંચ પરથી કીધું હતું કે મહિલા ઓ ને ઝોલા માં નાખી ને લઈ જવા ની હોડ લાગી છે
લોકો જંગલો માં રહે છે એટલે આવા વીડિયો બનાવી વાયરલ કરે છે
રાઠવા પરિવાર આ વિસ્તારનું 40 વર્ષથી શાસન કરે છે પહેલા મોહનસિંહ રાઠવા અને બાદમાં તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા તે વિસ્તારના ધારાસભ્ય છે તે સત્તાપક્ષમાંથી આવે છે તેમ છતાંય ત્યાંના લોકોને હજુ રોડ રસ્તા નથી મળ્યા તે આ વિડીયો થી સ્પષ્ટ થઇ છે

સરકાર વિકાસની વાતો કરે છે પણ રાજ્યમાં 30 વર્ષથી ભાજપનું સાશન છે તેમ છતાંય હજુ છોટાઉદય પુરના ગામડામાં મહિલાને પ્રસુતિની પીડા ઉપાડે ત્યારે હોસ્પિટલ લઇ જવાની હોય તો ત્યાં એમ્બ્યુલન્સ પોંચે તેવી સુવિધા કેમ નથી તે સવાલ છે

Scroll to Top