Location elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 5માં અંજલિની હાર થઈ છે. આ સાથે સાથે તમામ ભાજપના 5 ઉમેદવારની હાર થઈ છે. અંજલિ આહીર કોંગ્રેસના યુવા ઉમેદવાર હતા. તેઓ પ્રચાર દરમિયાન સતત કોંગ્રેસને જીતાડવા અપીલ કરતી હતી. પરંતુ જીનતાએ સાથ ન આપ્યો.જેના કારણે વોર્ડ નંબર 5માં ભાજપની જીત થઈ છે.
અંજલિ વોર્ડ નંબર 5માં હાર
અંજલિ વોર્ડ નંબર 5 માં ઉમેદવારી નોંધાવી હતી. હાર બાદ અંજલિ આહિરે માડિયા સામે આવી પ્રતિક્રયા આપી હતી. તેમણે કહ્યું મારી હાર નથી. લોકોના પ્રશ્ન હાર્યા છે. જે લોકો જીત્યા તેમને અભિનંદન આપ્યા છે.તથા જીતેલા ઉમેદવાર જૂનાગઢની જનતાના કામે કરે તેવી આશા રાખું છું.હું ભવિષ્યમાં લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્ન ઉઠાવતા રહેશું.
જૂનાગઢ મનપામાં પાર્થ કોટેચાની હાર
જૂનાગઢમાં પાર્થ કોટેચાની હાર થઈ છે. પાર્થ કોટેચા ગિરિશ કોટેચાનો પૂત્ર છે.પાર્થ કોટેચાની હાર થતા સૌથી મોટા ઉલેટફેર જોવા મળી રહ્યો છે. પાર્થ કોટેચાના પિતા જૂનાગઢના પૂર્વ મેયર હતા. તેવો છેલ્લા 15 વર્ષથી જૂનાગઢના રાજકારણમાં સક્રિય હતા. મળતી માહિતી અનૂસાર પાર્થ કોટેચાને મહેશ ગીરીના વિવાદની અસર જોવા મળી છે.