Local election: સ્થાનિક ચૂંટણીમં કોંગ્રેસનો રકાસ બાદ શક્તિસિંહ ગોહિલનું સૂચક નિવેદન

Local Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કરામી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કોંગ્રેસ (CONGRESS) પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે આ ચૂંટણી લડ્યા તે પ્રશંસનીય છે. શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કર્યું હતું.જેના ભાગ રૂપે આ ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા સારા પરીણામ મળ્યા હતા.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મક્કમતાથી લડ્યા

જૂનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા. આ વખતે જૂનાગઢમાં 11 કોર્પોરેટર ચૂંટાયા છે. કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ (CONGRESS) માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનીક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે, અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગરપાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે (CONGRESS) નહીં લડી અપક્ષ સાથે ગયા હતા. આંકલાવમાં કોંગ્રેસ (CONGRESS) સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ (CONGRESS) વધુ મહેનત કરવાની જરૂર છે.

પરિણામો ચિંતાજનક આવ્યા

ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ (CONGRESS) પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસ (CONGRESS)  ના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે બધાયે જોયુ છે.

 

 

 

Scroll to Top