Local Elaction Result: સ્થાનિક ચૂંટણીમાં 5000 ઉમેદવારનું ભાવીનો થશે નિર્ણય

Local Elaction Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે પહેલા 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જ્યા જૂનાગઢ મહાનગરપાલિકા,68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રોકેર્ડબ્રેક 76% થયું હતું. આજે 5000 થી વધુ ઉમેદવારોના ભાવિ નક્કી થશે.

16 તારીખે 56.60 ટકા મતદાન થયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની કુલ 66 નગરપાલિકાની 1844 બેઠકો, 2 નગરપાલિકાઓની 72 બેઠકો અને જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન થયું. હાલ આ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

કુતિયાણાના exit poll

કુતિયાણામાં મતદાન પછી ગુજરાતના તથા પોરબંદરના વિવિધ પત્રકારોએ EXIT POLL તૈયાર કર્યો હતો.આ EXIT POLLમાં રાજ્યના 25 પત્રકારોએ ભાગ લીધો હતો.EXIT POLLના આંકડાઓ પ્રમાણે કુતિયાણામાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે.જેમાં 25 માંથી 11 પત્રકારોના મતે કુતિયાણામાં ભાજપની જીત થઈ રહી છે.જ્યારે 25 માંથી 14 પત્રકારોના મતે કુતિયાણામાં પરિવર્તન આવી રહ્યા છે.આ ઉપરાંત 25 માંથી 14 પત્રકારોના મતે કુતિયાણામાં સમાજવાદી પાર્ટી જીતી શકે છે.

 

Scroll to Top