Local elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.ચોરવાડ નગર પાલીકામાં સોમનાથના ધારાસભ્ય MLA વિમલ ચુડાસમાની વોર્ડ 3 માંથી હાર થઈ છે.આ બેઠક પર કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત થઈ છે. સૌરાષ્ટ્રના એક માત્ર ધારાસભ્ય વિમવ ચુડાસમાની હાર થઈ છે. આ હાર સાથે મોટા ઉલેટફેર થયા છે. આ હાર સાથે રાજ્યમાં કોંગ્રેસ માટે નિરાસાજનક સમાચાર આવ્યા છે.
વિમલ ચુડાસમાની હાર
ચોરવાડ બેઠકમાં MLA વિમલ ચુડાસમા લડી રહ્યા હતા. આ ત્રણેય ઉમેદવારની હાર થઈ છે. આ હાર સાથે રાજ્યામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ વિસ્તારમાં વિમલ ચુડાસામાં મજબૂત પકડ ધરાવાતા હોવા છતા તેમની હાર થઈ છે.આ બેઠક પર ભાજપની ભવ્ય જીત થીઈ છે. ભાજપની જીત સાથે વધુ એક નગર પાલીકા કબજે કરી લીધી છે.
જૂનાગઢ મનપામાં પાર્થ કોટેચાની હાર
જૂનાગઢમાં પાર્થ કોટેચાની હાર થઈ છે. પાર્થ કોટેચા ગિરિશ કોટેચાનો પૂત્ર છે.પાર્થ કોટેચાની હાર થતા સૌથી મોટા ઉલેટફેર જોવા મળી રહ્યો છે. પાર્થ કોટેચાના પિતા જૂનાગઢના પૂર્વ મેયર હતા. તેવો છેલ્લા 15 વર્ષથી જૂનાગઢના રાજકારણમાં સક્રિય હતા. મળતી માહિતી અનૂસાર પાર્થ કોટેચાને મહેશ ગીરીના વિવાદની અસર જોવા મળી છે.