Local elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.ત્યારે કુતિયાણાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે કુતિયાણા અને રાણાવાવ સમાજવાદી પાર્ટીએ કબ્જે કરી લીધો છે. અહીં કાના જાડેજાની ભવ્ય જીત થઈ છે.પરીણામની વાત કર્યે તો સમાજવાદી પાર્ટી 14 સીટ જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે ભાજપને માત્ર 10 બેઠક જીતવામાં સફળ રહ્યા છે.
કુતિયાણાની બજારમાં હવે સાયકલ દોડશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી રસપ્રદ સીટ આ હતી. જેમાં બે પરીવાર સામ સામે ચૂંટણી લડી રહ્યા હતા.જેમાં ભાજપ તરફથી ઠેલીબેન આડોદર અને તેની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા વચ્ચે સીધી જંગ હતી. જેમાં કાંધલ જાડેજાની આગેવાનીમાં કાના જાડેજાએ જીત હાંસલ કરી હતી. આ જીત બાદ સમગ્ર કૂતિયાણામાં ઉજવણી થઈ રહી છે.
જેતપુરમાં ભાજપની જીત
જેતપુરમાં ભાજપની જીત થઈ છે. ચૂંટણી પહેલા આ પાલિકામાં ભાજપમાં અનેક પ્રકારના વિવાદ જોવા મળ્યા હતા. જેમાં પક્ષના લોકોને ભાજપે સમયસર મેન્ડેટ ન આપ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારના વિવાદ સર્જાયા હતા. પરંતુ પરીણામ બાદ આ તમામ પ્રકારનો વિવાદ શાંત થઈ ગયો હોય તેવા સંકેત મળી રહ્યા છે.આ જીત બાદ ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.જ્યારે તમામ જીતેલા ઉમેદવારને જયેશ રાદડિયાએ શુભકામના પાઠવી હતી.