Local boday elaction: આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. એવામાં મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ ઈવીએમને લઈને ફરિયાદો સામે આવી છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી (Bilimora Municipality Election) માં ઇવીએમ મશીનમાં ગરબડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.બીલીમોરા પાલિકાના વોર્ડ નંબર 2 ના બુથ નંબર પાંચમાં ઇવીએમમાં ગડબડી જણાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઇવીએમમાં મતદાન ન થતા હોવાની ફરિયાદ સામે આવી છે. અહીં કોંગ્રેસ (congress) તરફથી ઉમેદવાર તરીકે રામબાબુ શુક્લા છે. તેમના કહેવા અનુસાર અહીં કોંગ્રસ (congress) પાર્ટીનું નિશાન ઈવીએમમાં પ્રેસ થતું નથી.
કોંગ્રેસ ઉમેદવારે EVM ગરબડીના કર્યા આક્ષેપો
કોંગ્રેસ ઉમેદવાર રામબાબુ શુક્લાએ ઈવીએમ મશીનમાં ગરબડી હોવાના આક્ષેપો કર્યો છે. ઇવીએમમાં ગરબડી જણાતા ઇવીએમ મશીન બદલવાની માગ કરવામાં આવી રહી છે. બીલીમોરાનો વોર્ડ નંબર 2ના બૂથ નંબર પાંચ ઉપર મતદાન અટક્યું છે. કોંગ્રેસનું બટન ઈવીએમ નહીં દબાતા અનેક ચકચાર મચી છે.આ માહિતી બહાર આવતા કોંગ્રેસના દિગ્ગ્જનેતાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
સાંજે 6 વાગ્યા સુધી મતદાન આપી શકશો
ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.