Local Election: જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, વિવાદનો અંત આવશે?

Local Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.ત્યારે જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.જેતપુર પાલિકાની 44 બેઠકો પર 23 બેઠક પર ભાજપે કબ્જો જમાવ્યો છે.જેમાં પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપના- 23,અપક્ષ – 8 કોંગ્રેસ- 1 બેઠક પર જીત થઈ છે. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાલિકાના સદસ્યોને અભિનંદન પાઠવ્યા છે.

જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો

જેતપુરમાં ભાજપની જીત થઈ છે. ચૂંટણી પહેલા આ પાલિકામાં ભાજપમાં અનેક પ્રકારના વિવાદ જોવા મળ્યા હતા. જેમાં પક્ષના લોકોને ભાજપે સમયસર મેન્ડેટ ન આપ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારના વિવાદ સર્જાયા હતા. પરંતુ પરીણામ બાદ આ તમામ પ્રકારનો વિવાદ શાંત થઈ ગયો હોય તેવા સંકેત મળી રહ્યા છે.આ જીત બાદ ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.જ્યારે તમામ જીતેલા ઉમેદવારને જયેશ રાદડિયાએ શુભકામના પાઠવી હતી.

જૂનાગઢ મનપામાં ભાજપ 40 બેઠક પર આગળ
જૂનાગઢમાં પાર્થ કોટેચાની હાર થઈ છે. પાર્થ કોટેચા ગિરિશ કોટેચાનો પૂત્ર છે.પાર્થ કોટેચાની હાર થતા સૌથી મોટા ઉલેટફેર જોવા મળી રહ્યો છે. પાર્થ કોટેચાના પિતા જૂનાગઢના પૂર્વ મેયર હતા. તેવો છેલ્લા 15 વર્ષથી જૂનાગઢના રાજકારણમાં સક્રિય હતા. મળતી માહિતી અનૂસાર પાર્થ કોટેચાને મહેશ ગીરીના વિવાદની અસર જોવા મળી છે.

 

Scroll to Top