Local Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.ત્યારે અમરેલી (amreli) જિલ્લામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અમરેલી (amreli) માં જીતવા માટે ભાજપે ખુબ મહેનત કરી હતી.આ મહેનતાના પરીણામ ભાજપને ફળ્યા હતા.અમરેલી (amreli) માં થોડા દિવસ પહેલા પાટીદાર દિકરીના વિવાદ બાદ કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી હતી. પરંતુ પરીણામ બાદ અમરેલીની જનતાએ ભાજપને તમામ તાલુકા પંચાયતમાં જીતાડ્યા હતા.
અમરેલી જિલ્લામાં ભાજપની જીત થઈલી બેઠક
રાજુલા પાલિકામાં 28 માંથી 28 બેઠકો ભાજપને ફાળે
જાફરાબાદ પાલિકામાં 28 બેઠકો માંથી 28 બેઠકો ભાજપના નામે
ચલાલા પાલિકામાં 24 બેઠકો માંથી 24 બેઠકો ભાજપે કબ્જે કરી
લાઠી પાલિકામાં 18 ભાજપ, 5 કોંગ્રેસ 1 અપક્ષને ફાળે
અમરેલી પાલિકાની 2 બેઠકની પેટા ચૂંટણીમાં 1 કોંગ્રેસ 1 ભાજપ
દામનગર પાલિકાની 2 બેઠકની પેટા ચૂંટણીમાં 2 ભાજપના ફાળે
સાવરકુંડલા પાલિકાની 1 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
કોંગ્રેસ પક્ષના સૂપડા સાફ
અમરેલી (amreli) થી કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસ પક્ષના સૂપડા સાફ થઈ ગયા છે.અમરેલી (amreli) માં આ પ્રકારના પરીણામ આવવાથી કોંગ્રેસને ફટકો પડ્યો છે. અમરેલી કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રચાર કરવા મેદાને ઉતર્યા હતા. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહીતના નેતાએ એક મહિનાથી પ્રસાર કરી રહ્યા હતા. પરંતુ પરીણામ બાદ માત કોંગ્રેસના હાથમાં નિરાશા હાથ લાગી છે.