local elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.
વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો
નોંધનીય છે કે ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણી જંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે.
8 નગરપાલીકામાં ભાજપની જીત
ચાર નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી.68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતુ. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું હતું.