Local Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો.ત્યારે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ,જસદણ તમામ પાલિકા ભાજપ કબ્જે કરી લીધી છે. આ 5 નગરપાલીકામાં ભાજપ સતા જાળવી રાખી છે. જ્યારે ફરી એક વખત કોંગ્રેસને નિરાશા હથ લાગી છે.રાજકોટ જિલ્લો પહેલેથી ભાજપનો ગઢ રહેલો છે. આ ગઢ ભાજપે જાળવી રાખ્યો છે.
નગરપાલિકાનાં નામ : જેતપુર,ધોરાજી,ઉપલેટા,જસદણ, ભાયાવદર..
નગરપાલિકા : જેતપુર
કુલ વોર્ડ : 11
કુલ બેઠક : 44
ભાજપ : 32
કોંગ્રેસ : 01
અન્ય પક્ષ :11
નગરપાલિકા :ધોરાજી
કુલ વોર્ડ :09
કુલ બેઠક : 36
ભાજપ : 24
કોંગ્રેસ : 12
અન્ય પક્ષ :00
નગરપાલિકા : ઉપલેટા
કુલ વોર્ડ : 8
કુલ બેઠક : 32
ભાજપ : 27
કોંગ્રેસ : 06
અન્ય પક્ષ :03
નગરપાલિકા,ભાયાવદર
કુલ વોર્ડ : 06
કુલ બેઠક : 24
ભાજપ : 15
કોંગ્રેસ : 09
અન્ય પક્ષ :00
નગરપાલિકા : જસદણ
કુલ વોર્ડ : 7
કુલ બેઠક : 28
ભાજપ : 22
કોંગ્રેસ : 05
અન્ય પક્ષ : 01
જેતપુરમાં ભાજપની જીત
જેતપુરમાં ભાજપની જીત થઈ છે. ચૂંટણી પહેલા આ પાલિકામાં ભાજપમાં અનેક પ્રકારના વિવાદ જોવા મળ્યા હતા. જેમાં પક્ષના લોકોને ભાજપે સમયસર મેન્ડેટ ન આપ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારના વિવાદ સર્જાયા હતા. પરંતુ પરીણામ બાદ આ તમામ પ્રકારનો વિવાદ શાંત થઈ ગયો હોય તેવા સંકેત મળી રહ્યા છે.આ જીત બાદ ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.જ્યારે તમામ જીતેલા ઉમેદવારને જયેશ રાદડિયાએ શુભકામના પાઠવી હતી.