Local Body Election: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા અને સામાન્ય ચૂંટણીની રાહ જોવાતી હતી.ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.આ બધાની વચ્ચે ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. નાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા 66 નગર પાલિકા,3 તાલુકા પંચાપતની ચૂંટણી યોજવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ,ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર કરાઈ નથી.જ્યારે બોરસદ, સોજીત્રા જેમા OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.