local boday elaction:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા અને સામાન્ય ચૂંટણીની રાહ જોવાતી હતી.ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીની જાહેરાત થતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા (Lalit Vasoya) નું ચોંકવનારૂ નિવેદન સામે આવ્યું હતું.
તમામ નગર પાલિકાઓમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થતા જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લિલત વસોયા (Lalit Vasoya) આક્રરા પણીએ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ આવનારી સ્થાનિસ સ્વરાજની ચૂંટણી એકલા હાથ લડશું.રાજ્યની કોઈપણ પાર્ટી સાથે ગંઠબંધન કરવામાં નહીં આવે.તેમને વધુમાં કહ્યું તમામ નગર પાલિકાઓમાં કોંગ્રેસનો પંજો ખીલશે તેવી આશા પણ વ્યકત કરી હતી.તમને જણાવી દઈએ કે 2024ની લોકોસભાની ચૂંટણીંમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડ્યું હતું.
આ ચૂંટણીમાં 4 પાર્ટી મેદાને
આ ઉપરાંત તેમણે કહ્યું સરાકરે ચૂંટણીની જાહેરાતમાં મોડું કર્યું છે. રાજ્યમાં વહીવટદારના શાશનથી લોકો હેરાન થયા છે.આ વહીવટદારના કારણે જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નથી મળતી.જ્યારે કરોડોના કામ પણ ટલ્લે ચડ્યા છે.રાજ્યની નગર પાલીકાની ચૂંટણી જાહેરાત થતા તમામ પક્ષ હવે એક્ટીવ મોડમાં આવી જશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે 4 પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને શંકરસિંહ વાધેલાની પાર્ટી જન શક્તિ પાર્ટી પણ ચૂંટણી લડવા તાલ ઠોકી રહી છે.